શ્રી એચ.કે.કોમર્સ કોલેજનો બાવનમો વાર્ષિકોત્સવ તા.૧૩-૨-૨૦૨૦ ગુરુવારના રોજ કોલેજના સભાગૃહમાં યોજનામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા લોકસાહિત્યકાર અને ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય-અકાદમીના પૂર્વ અધ્યક્ષ   શ્રી યોગેશભાઇ ગઢવીએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના માનદ્ મંત્રી શ્રી અંબરીશભાઇ શાહ તથા શ્રી એચ.કે.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી એ.એમ.પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.કોલેજના આચાર્ય શ્રીમતી સંધ્યા પ્રજાપતિએ વર્ષ દરમ્યાન કોલેજની પ્રવૃત્તિઓ અને અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની સિધ્ધીનો અહેવાલ રજુ કર્યો.કોલેજના કોમર્સ વિષયના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન પટેલને આ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેઓની બે કૃતીઓ માટે પુરુસ્કૃત કરવામાં આવેલા, તેઓની આ સિધ્ધી બદલ તેઓનું વિશેષ બહુમાન અને સન્માન કોલેજ દ્વારા કરવામાં આવ્યું.

વર્ષ દરમિયાન એકેડેમિક ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને તથા એન.સી.સી.,એન. એસ. એસ.,રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે ઇનામ તથા પારિતોષિક આપવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,આર્કિટેકટ ક્ષેત્રે વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રિત્ઝકર પુરસ્કાર થી સન્માનિત ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ આદરણીય શ્રી બાલકૃષ્ણ દોશીને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા છે,જેનો શ્રી એચ. કે.કોમર્સ કોલેજ પરિવારને ગૌરવ અને આનંદ છે. કોલેજ પરિવારના ગૌરવપૂર્ણ અભિવાદનનો શ્રી દોશી સાહેબે સ્વયં કોલેજ પધારીને ઉષ્માભેર સ્વીકાર કરી અધ્યાપકગણ,કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓને સંબોધન કરી પ્રેરણા ને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. જે માટે શ્રી એચ. કે. કોમર્સ કોલેજ પરિવાર માનનીય દોશીસાહેબનો અંત:કરણથી આભાર માને છે.

શ્રી એચ.કે.કોમર્સ કોલેજ ઘ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી જાણીતા નાટ્યકાર,વિવેચક ગુજરાતી સાહિત્યનાં ઊંડા અભ્યાસુ એવા શ્રી સતીષ વ્યાસનાં સાનિઘ્ચમાં કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ અનેરું પ્રોત્સાહન મેળવ્યું.

H. K. Commerce College Celebrated Gurupurnima day. Number of were felicited by teachers. The teachers blessed students and pray for the good career of the students on the occasion of Gurupurnima.