આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,આર્કિટેકટ ક્ષેત્રે વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રિત્ઝકર પુરસ્કાર થી સન્માનિત ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ આદરણીય શ્રી બાલકૃષ્ણ દોશીને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા છે,જેનો શ્રી એચ. કે.કોમર્સ કોલેજ પરિવારને ગૌરવ અને આનંદ છે. કોલેજ પરિવારના ગૌરવપૂર્ણ અભિવાદનનો શ્રી દોશી સાહેબે સ્વયં કોલેજ પધારીને ઉષ્માભેર સ્વીકાર કરી અધ્યાપકગણ,કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓને સંબોધન કરી પ્રેરણા ને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. જે માટે શ્રી એચ. કે. કોમર્સ કોલેજ પરિવાર માનનીય દોશીસાહેબનો અંત:કરણથી આભાર માને છે.